

ગેમ કંટ્રોલર દ્વારા રમો
સુસંગત ડિવાઇસ શોધો અને કનેક્ટ કરો.
કંટ્રોલર દ્વારા App Store પરની ગેમ્સ રમવામાં રુચિ ધરાવો છો? સુસંગત હોવા પર તમને ગેમના પ્રૉડક્ટ પેજ પર સપોર્ટ કરતા કંટ્રોલર સૂચીબદ્ધ થયેલ જોવા મળશે અને અમુક કિસ્સાઓમાં ગેમના ડેવલપર શ્રેષ્ઠ અનુભવ માટે કંટ્રોલરનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરી શકે છે.
રમવા માટે, તમારે તમારા કંટ્રોલરને Bluetooth અથવા Lightning પોર્ટ દ્વારા તમારા Apple ડિવાઇસ સાથે પેર કરવાની જરૂર પડશે, જે તમે કયા કંટ્રોલરનો ઉપયોગ કરી રહ્યા છો તેના પર આધાર રાખે છે. સુસંગત કંટ્રોલરની સંપૂર્ણ સૂચી અને રમવા માટે તૈયાર થવા માટેની પગલાં-દર-પગલાંની સૂચનાઓ માટે અને બીજી બધી વિગતો માટે Apple સપોર્ટ સાઇટ પર જાઓ.
તમારા કંટ્રોલરને કનેક્ટ કર્યા પછી સેટિંગ્સ> જનરલ > ગેમ કંટ્રોલર પર જઈને અને તમારી પોતાની પ્રોફાઇલ ઉમેરીને વધુ કંટ્રોલ કસ્ટમાઇઝેશન વિકલ્પો એક્સપ્લોર કરો, જેમાં સ્ક્રીનશૉટ લેવા અને ગેમપ્લે વીડિયો રેકોર્ડ કરવા માટે પસંદગીના ઇનપુટ સામેલ કરી શકાય છે.
જો તમારી પાસે પહેલેથી જ કંટ્રોલર નથી, તો તમે નીચેનામાંથી કોઈ એક સિલેક્શન કરી શકો છો.
અને કંટ્રોલર સાથે વધુ સારી ગેમ્સ રમવા માટે, આ ભલામણોને બ્રાઉઝ કરો.